પઠાણકોટ ખાતે ઘુસ્યા એરબેઝ નજીક ત્રણ શંકાસ્પદ હથિયારધારી એલર્ટ જાહેર કરવામાં અાવ્યુ છે. આ ત્રણેય હથિયારબંધ શકમંદોને ઝડપી પાડવા માટે પોલીસે પઠાણકોટ ખાતે ઠેકઠેકાણે ચેક પોસ્ટો બનાવી છે અને સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
તાજેતરમાં સ્થાનિકો દ્વારા પઠાણકોટ ખાતે શંકાસ્પદ આતંકવાદીઓને જોવાનો દાવો કર્યો હતો. પઠાણકોટ બોર્ડર ઝોનના આઈજી એસપીએસ પરમારે કહ્યુ છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસોથી શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યાના ઈનપુટ્સ છે. તેના આધારે વળતી કાર્યવાહી કરવામાં આવી છે અને હજી સુધી કંઈ નક્કર હાથ લાગ્યું નથી.
મહત્વપૂર્ણ છે કે જુલાઈ-2015માં ગુરુદાસપુરના દિનાનગર અને જાન્યુઆરી-2016માં પઠાણકોટ ખાતેના એરબેઝ પર આતંકી હુમલા થઈ ચુક્યા છે.