ત્રણ તલાક બિલને રાજ્યસભામાં મંજૂરી માટે મોકલાશે જ્યારે આ બીલને લોકસભામાં મંજૂરી મળી છે. સરકારની પરીક્ષા રાજ્યસભામાં થવાની છે. રાજ્યસભામાં બહુમતીના અભાવે ત્રણ તલાકના બિલને પાસ કરાવવા સરકારે મહેનત કરવી પડશે. જો રાજ્યસભામાં બિલને મંજૂરી મળશે એટલે બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવશે. લોકસભામાં એનડીએ પાસે બહુમતી છે. એટલે એક દિવસમાં બિલને મંજૂરી મળી ગઇ છે, પરંતુ રાજ્યસભામાં સરકારનો લિટમસ ટેસ્ટ થવાનો છે.
રાજ્યસભામાં 245 સભ્યોમાંથી ભાજપના 57 સાંસદ છે. કોંગ્રેસના 57, સમાજવાદી પાર્ટીના 18, બીજેડીના 8 એ આઇડીએમકે ના 13, ટીએમસીના 12 અને એનસીપીના 5 સાંસદ છે. સરકારને તમામ પાર્ટીનો સહયોગ મળશે તો પણ બિલ પાસ કરાવવામાં વધુ 35 સાંસદોના સમર્થની જરૂર પડવાની છે.