રેલવેએ 1 જૂનથી 200 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 22મેથી ઓફલાઈન ટિકિટ પણ મળવાનું શરૂ થઈ જશે. જો કે, શરૂમાં કેટલાક સ્ટેશન પર જ આ સુવિધા ઉપલબ્ધ થશે, જ્યાં મુસાફર રિઝર્વેશન કરાવી શકશે. ટિકિટ બુકિંગ કોમન સર્વિસ સેન્ટર્સ અને એજન્ટ્સની મદદથી પણ કરાવી શકાય છે. તેના માટે ઝોન રેલવેએ એ નિર્દેશ આપ્યો છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા તે તબક્કાવાર રિઝર્વેશન સેન્ટરને ખોલે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial સમગ્ર દેશમાં 25 માર્ચથી ટ્રેન સેવા બંધ છે. 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી, જે રાજ્યોની અપીલ પર હજુ પણ ચાલુ છે.
તે પછી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી. પહેલા રેલવેએ કહ્યું હતું કે, તે 20 જૂન સુધી સંચાલન નહીં કરે, પરંતુ અચાનકથી નિર્ણય લેવાયો કે 1 જૂનથી ટ્રેનોનું સામાન્ય સંચાલન શર થઈ રહ્યું છે. રેલવેની પ્રેસ નોટ મુજબ, રિઝર્વ્ડ ટિકિટનું બુકિંગ અને કેન્સલેશનની સુવિધા પોસ્ટ ઓફિસ અને યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK) લાઈસન્સ રાખનારા લોકોને પણ આપવામાં આવી છે. તે ઉપરાંત જે IRCTCના સત્તાવાર એજન્ટ છે, રેલવે પરિસરમાં રિઝર્વેશન સિસ્ટમ (PRS) અને કોમ સર્વિસ સેન્ટર્સને પણ ઓફલાઈન ટિકિટ બુક કરવાનો અધિકાર અપાયો છે. બધી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે શ્રમિક સ્પેશિયલ ટ્રેનને લઈને રેલવે તરફથી કહેવાયું છે કે, તેના નિયમમાં હાલ કોઈ ફેરફાર નથી કરાયો. રાજ્યોની અપીલ પર વર્તમાનમાં લાગુ પ્રોટોકોલ મુજબ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. સામાન્ય ટ્રેનનું સંચાલન એક મહત્વપૂર્ણ પગલું છે.