ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ તરત જ તેમના ભક્તો પર ખુશ થઈ જાય છે. જ઼ટાધારી શિવ શંકરને પ્રસન્ન કરવા માટે મનુષ્યને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.કેમકે જે રીતે ભોલે નાથ રીઝે છે જલ્દી અેટલા જ જલ્દી ખીજે છે. અેટલે કે તેમનો ગુસ્સો પણ જાણીતો છે.શિવ પુરાણમાં, ભોલેનાથની પૂજાને લગતું વર્ણન મળી આવે છે.
અાજે અમે તમને અેવી વાત જણાવીશુ કે જો તમે ભોલેનાથની પૂજામાં અા ચીજોનો ઉપયોગ કરતા હો તો સાવધાન થઈ જજો કેમકે તેનીથી ભોલેભંડારી નારાજ થઈ જાય છે. શિવજી નારાજ થતા ભગવાન વિષ્ણુ પણ તમારી સાથે નારાજ થશે અને લક્ષ્મીજી પણ નારાજ થશે અને તેથી આ વસ્તુઓ શિવને ચડાવવી જોઈએ નહીં.
ભગવાન શિવે શંખચુડનામના અસુરને માર્યો હતો.શંખને એ જ અસુરના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. અેટલે જ ભગવાન વિષ્ણુની પૂજા શંખથી થાય છે મહાદેવની નહી.તુલસીને ભગવાન વિષ્ણુએ તેમની પત્ની તરીકે સ્વીકાર્યા છે.તેથી, તુલસી દ્વારા શિવની પૂજા કરવી નહીં.તલ અથવા તલમાંથી બનાવેલ કોઈપણ વસ્તુ ભગવાન શિવને ન આપી શકાય.એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મેલમાથી ઉદ્દભવ્યું છે, તેથી તે ભગવાન શિવને ન આપવું જોઇએ.હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સદભાગ્ય સાથે છે, તેથી તે ભગવાન શિવને ચઢતું નથી.જો તમે આ કરો છો, તો તમારો ચંદ્ર નબળો પડવાની શરૂઆત કરે છે, અને ચંદ્રની નબળાઈને લીધે તમારું મન ચંચળ બની જાય છે. તમે કોઈ એક વસ્તુમાં મન લગાવી કામ કરી શકશો નહીં.
ઉકાળેલા દૂધમાંથી શિવલિંગ પર ઉપયોગ કરવો નહીં.શિવલિંગને હંમેશા ઠંડા પાણીથી અભિષેક કરવો જોઈએ.નારિયેળને ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ પણ નારિયેળનું પાણી ભગવાનને ભૂલથી પણ ચડાવવું જોઈએ નહીં.આ નાણાંની ખોટ તરફ દોરી જાય છે. અક્ષત અેટલે કે ચોખા પણ અખંડ હોય તો જ ચડાવવા.