અનામતના વિરોધમાં અાજે કેટલાક દળોએ ભારતબંધનુ એલાન અાપ્યું છે. ગૃહ મંત્રાલય ઘ્વારા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની હિંસક ઘટના અને ગતિવિધિઓ રોકવા માટે સુરક્ષા વધારી દે. ગૃહ મંત્રાલય દ્વારા સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે જરૂર પડે તો હિંસાને રોકવા માટે તેઓ તમામ પગલાં લઇ શકે છે.
બિહારના અરાહમાં ટ્રેન બંધ કરી દીધી છે. રાજસ્થાનમાં, પાંચ રાજ્યોમાંના એક કે જેમાં વ્યાપક હિંસા જોવા મળી હતી, સરકારે જયપુર અને અલવરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. સંવેદનશીલ જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં અાવી છે.