ભારતીય હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે આવતા 24 કલાકમાં આ રાજ્યોમાં વરસાદ આવશે. વિભાગે કહ્યુ છે કે એમપીમાં આવતા 24 કલાક દરમિયાન 18 જિલ્લાઓમાં તોફાન આવી શકે છે કે ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લા છે સિંગરોલી, રીવા, સતના, છતરપુર, સાગર, દમોહ, પન્ના, કટની, ઉમરિયા, શહડોલ, સીધી, ટીકમગઢ, શિવપુરી, દતિયા, ગ્વાલિયર, ભિંડ, શ્યોપુરકલા અને ગુના. બાકીના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે વીજળીના ચમકારા સાથે વરસાદના છાંટા પડી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસ દક્ષિણ ઉત્તરપ્રદેશમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનેલુ છે જેના કારણે એમપીમાં ભારે વરસાદ થઈ શકે છે.
રાજસ્થાનમાં ભારે વરસાદનો અણસાર મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાના અણસાર છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન અજમેર, અલવર, બાંસવાડા, બારાં , ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, દૌસા, ધોલપુર, ડુંગરપુર, જયપુર, ઝાલાવાડ, કરૌલી, કોટા, પ્રતાપગઢ, રાજસમંદ, સવાઈ માધોપુર, સીકર, સિરોહી, ટોંક, ઉદયપુર, ઝાલોર, નાગોર અને પાલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સીકરમાં કાલે સાંજથી જ વરસાદમાં ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. વળી વરસાદના કારણે નીમકથાના વિસ્તારના માવન્ડા ગામમાં મકાન પડી જતા એક મહિલા કાટમાળ નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યુ હતુ. તેના બે બાળકોને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યા હતા. વળી, ઉત્તરાખંડમાં પણ લગભગ બધા ક્ષેત્રોમાં ભારેથી અતિ બારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાના, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલપ્રદેશ, ગુજરાતના કેટલાક સ્થળો, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં ઠેર ઠેર ભારે વરસાદ પડવાની સંભાવના છે. તમે સેટેલાઈટ ઈમેજ દ્વારા વાદળોની યથાસ્થિતિ જોઈ શકો છો. આ ફોટા ભારતીય હવામાન વિભાગ તરફથ જારી કરવામાં આવ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.