ભારતીય રેલવેમાં નોકરીને લઇને શોધ કરી રહેલા યુવાનો માટે ખુશખબર છે. દક્ષિણ સેન્ટ્રલ રેલવેમાં ઘણી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં 4103 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યા માટે યોગ્ય હોય તો અંતિમ તારીખ અગાઉ અરજી કરો. આ ભરતી અંગેની સંપૂર્ણ જાણકારી અહી આપવામાં આવી છે.
જગ્યા : 4103 ઉમેદવારોની પસંદગી કરાશે, જેમાં એસસમી મિકેનિક માટે 249, કારપેન્ટર માટે 16, ડીઝલ મિકેનીક માટે 640 જગ્યા, ઇલેકટ્રિકલ 18 જગ્યા, ઇલેકટ્રિશયન માટે 871 જગ્યા, ઇલેકટ્રોનિક મિકેનિક માટે 102, ફિટર માટે 1460 જગ્યા, મશિનિસ્ટ માટે 74, એમએમડબલ્યું માટે 24, પેન્ટર માટે 40, વેલ્ડર માટે 597 જગ્યા છે. આ બધી જગ્યા માટે ઉમેદવારોને જગ્યા અનુસાર પે-સ્કેલ આપવામાં આવશે.
યોગ્યતા : આ જગ્યા માટે ઉમેદવારો ધોરણ 10માં 50 ટકા માર્કસ સાથે પાસ હોવા જરૂરી છે.
ઉંમર : 24 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. એસસી-એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી 10માનું પરિણામ તેમજ આઇટીઆઇના પરિણામના આધારે કરવામાં આવશે.
અંતિમ તારીખ : 17 જૂલાઇ 2018
અરજી અંગે ફી : અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારે 100 રૂપિયા ફી ચુકવણી કરવી પડશે.