પશ્ચિમ બંગાળના સિલીગુડી શહેરમાં મંગળવારે વહેલી સવારે લૂંટારાઓએ એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન એટીએમમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના શહેરના મટીગરા પોલીસ સ્ટેશન વિસ્તારના શિવ મંદિરમાં સોમવાર અને મંગળવારની વચ્ચે રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હતી.
જાણો સમગ્ર મામલો
પોલીસે જણાવ્યું હતું કે લૂંટારાઓની એક ટોળકી રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમમાં પ્રવેશી હતી અને શટર બંધ કર્યા પછી, તેઓએ ગેસ કટરની મદદથી મશીન (એટીએમ) કાપવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન મશીનમાં આગ લાગી હતી. પોલીસે કહ્યું કે તે દરમિયાન, આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાન ત્યાં પહોંચી અને પોલીસકર્મીઓએ લૂંટારાઓને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમની વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
ATM મશીન બળીને રાખ
પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામકોએ થોડા સમય પછી એટીએમમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે (એટીએમ) બળીને રાખ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે એટીએમમાં કેટલી રોકડ છે તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.