અનલોફૂલ એક્ટવિટીને અટકાવવા માટેનો કાયદો સંસદમાં પસાર કરી દેવામાં આવ્યો છે. આ બીલને પાસ કરવા માટે સાંસદો પાસે ઉભા રહીને વોટની ગણતરી કરવામાં આવી હતી. આ વિધેયકની તરફેણમાં 288 વોટ અને વિરોધમાં 8 મત પડ્યા હતા.
લોકસભામાં બીલ રજૂ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ બંદૂકથી જન્મતો નથી. આતંકનો ઉન્માનદ ફેલાવાના પ્રચારથી આતંકવાદ જન્મે છે. તમે પૂછો છો કે આતંકવાદ વિરુદ્વ સખત કાયદો કેમ બનાવી રહ્યા છો તો હું કહું છું ક આતંકવાદ વિરુદ્વ સખતમાં સખત કાયદો હોવો જોઈએ.
અમિત શાહે કહ્યું કે આ કાયદો કઈ સરકારે બનાવ્યો? કોણે આ કાયદામાં સંશોધન કરીને સખત કર્યો? આ કાયદો બન્યો ત્યારે યોગ્ય હતું હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, તે પણ યોગ્ય પગલું છે. શાસનની જવાબદાર છે સુરક્ષા એજન્સીઓને દાંત વિનાના કાયદા ન આપે.
આ દરમિયાનમાં કોંગ્રેસ કાયદાને સ્ટેડીંગ કમિટી પાસે મોકલાની માંગ સાથે સંસદ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.