રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દરજી કન્હૈયાલાલની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ લોકોમાં આક્રોશનો માહોલ છે. હત્યા બાદ રાજસ્થાન સરકારે કડક કાર્યવાહી કરી અને રાજ્યમાં કલમ 144 લગાવી દીધી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે, પરંતુ તેમ છતાં ચાહકો ગુસ્સે થઈ ગયા છે.
ઉદયપુરમાં દરજીની હત્યા અંગે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું, ‘તમે કયા ધર્મનું પાલન કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. એક નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો અર્થ એ છે કે તમે સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડી રહ્યા છો.
No matter which faith you follow. HURTING AN INNOCENT LIFE IS LIKE HURTING THE WHOLE HUMANITY.
— Irfan Pathan (@IrfanPathan) June 28, 2022
ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં કોઈ ધર્મનું નામ નથી લીધું અને આ કારણે ચાહકો ગુસ્સે થઈ ગયા. ચાહકોએ ઈરફાન પઠાણને ધર્મનું નામ લેવાની સલાહ આપી હતી.
Bhai, seedhe seedhe apni community walon ko direct kar ke bolo … yahan koi doosri community involved nahin hai
— Antithesis (@_antithesis_1) June 28, 2022
રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસના બંને આરોપીઓની રાજસમંદમાંથી ધરપકડ કરવામાં આવી છે અને બંનેએ હત્યાની જવાબદારી લીધી છે. હત્યા બાદ વિસ્તારમાં તણાવને જોતા સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે ઉદયપુરના ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિને જોતા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
Ee bhai.. Ye sab chikani batein kar ke, in haiwano ko tum panah dete ho… Keha se aati hai inme itani nafrat… Ye sab tum log hi failate ho…
— Shaheen Taori (@Mai_bhi_expert) June 28, 2022
Bs kar re Pak Gaye hain hum har baar tumhare pake pakaye quotes padh kar . Real baat bol !
— Lakshman (@Rebel_notout) June 28, 2022
ઉદયપુરની આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં છે અને તપાસ NIAને સોંપવામાં આવી છે. આ માટે 5 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આ કેસની તપાસ હાથ ધરવા આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં કોઈપણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શન હશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.