બ્રિટનના બર્મિઘમમાં આવેલ કબ્રસ્તાનમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. તેના માટે કબ્રસ્તાનમાંથી 6500 હાડપિંજર બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ હાડપિંજરને કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, રેલ પરિયોજના અંતર્ગત બર્મિંઘમમાં સ્ટ્રીટ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ અહીં મશીનો દ્વારા ખોદકામ પૂરું કરવામાં આવ્યું છે. હવે હાડપિંજર બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ કબ્રસ્તાન 1801માં બન્યું હતું. જોકે 209 વર્ષ જૂનાં આ કબ્રસ્તાનમાં છેલ્લાં 46 વર્ષથી સાર્વજનિક મૃતદેહ દફનાવવામાં આવતા ન હતા.
રેલ પરિયોજનાની ઘોષણા થયા બાદ છેલ્લા 12 મહિનામાં પુરાતત્ત્વ નિષ્ણાતની ટીમે અહીં કબ્ર ખોદી જેમાં તેમને મૂર્તિઓ, સિક્કા, રમકડાં, કિંમતી હાર અને અનેક કલાકૃતિઓ મળી. સ્થાનીય પ્રશાસનનું કહેવું છે કે એક ચર્ચ સાથે વાત કરીને તેની સલાહ લીધા બાદ અવશેષોને બીજી જગ્યાએ દફનાવવામાં આવશે.