Union Cabinet Meeting: મોદી સરકારના મોટા નિર્ણયો: ખેડૂતો માટે MSPમાં વધારો અને વ્યાજમાં છૂટ, અનેક પરિવહન યોજના મંજૂર
Union Cabinet Meeting: કેન્દ્રીય મંત્રીમંડળની 28 મે 2025ના રોજ થયેલી બેઠકમાં ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી. ખરીફ સિઝન 2025-26 માટે ડાંગર (અનાજ)ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં રૂ. 69નો વધારો કરીને તેને રૂ. 2,369 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય પાકોના MSPમાં પણ વધારો કર્યો છે, જેથી ખેડૂતોએ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ મળે તે સુનિશ્ચિત થાય. આ નિર્ણયનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 2.07 લાખ કરોડ થશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “કેન્દ્રીય મંત્રીમંડળે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે. અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. આનાથી ખેડૂતો માટે તેમના કામ માટે લોન લેવાનું ખૂબ જ સરળ બન્યું છે. આ યોજનામાં, ખેડૂતોને 4 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા સુધીની લોન મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં.”
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં ખરીફ પાકના MSPમાં સતત વૃદ્ધિ થઈ છે અને ખેડૂતોના હિતમાં આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. MSP વધારાથી ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને સીધો લાભ થશે.
કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ માફી યથાવત
આ સાથે, મધ્યપ્રદેશના રતલામ અને નાગદા વચ્ચેની રેલ્વે લાઇનને ચાર-લેન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે 41 કિમી લાંબી છે. મહારાષ્ટ્રમાં વર્ધા રેલ્વે લાઇન અને તેલંગાણામાં બલ્લારશાહ રેલ્વે લાઇનને 4-લેન રેલ્વે લાઇનમાં રૂપાંતરિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના બડવેલ-ગોપાવરમ ગામ (NH-67) થી ગુરુવિંદાપુડી (NH-16) સુધીના 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે. આ હાઇવેની લંબાઈ ૧૦૮.૧૩૪ કિલોમીટર છે, જેનો ખર્ચ ૩૬૫૩.૧૦ કરોડ રૂપિયા થશે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને સસ્તી લોનની સુવિધા યથાવત રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે. ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ (KCC) પર 2 લાખ રૂપિયા સુધીની લોન હવે પણ માત્ર 4 ટકાના વ્યાજે ઉપલબ્ધ