શેહલા રાશિદે રવિવારનાં સતત 10 ટ્વિટ કરીને કાશ્મીરમાં ખરાબ સ્થિતિ હોવાનો દાવો કર્યો. તેણે આરોપ લગાવ્યો હતો કે આર્મી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહી છે. તેના આ દાવાને ખોટો અને માહોલ ખરાબ કરવા માટેનો દુષ્પ્રચાર ગણાવીને સુપ્રીમ કૉર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
“જેઓ ભારતની બરબાદીની વાત કરે છે, ભારતને તોડવાની વાત કરે છે, અફઝલ ગુરૂનાં વિશે વાત કરે છે, આવી જે પણ શક્તિઓ છે તેમને કચેડી દેવી જોઇએ. આવા લોકો માટે ભારતમાં કોઈ સ્થાન નથી.”
શેહલા સામે ફરિયાદ બાદ દિલ્લી પોલીસની સ્પેશલ સેલ તપાસ કરી રહી છે.
આવા લોકો સામે સમાજે પણ વિચારવું જોઇએ
ગૃહ રાજ્ય મંત્રીએ કાશ્મીર અને સંપૂર્ણ દેશનું વાતાવરણ ખરાબ કરવામાં લાગેલા તત્વો પર સમાજને નજર રાખવાની જરૂર જણાવી. તેમણે એ રાજકીય દળોને પણ પ્રશ્ન કર્યો કે આખરે તેઓ આવા દેશ વિરોધી લોકોનું સમર્થન કેમ કરે છે? તેમણે કહ્યું કે, “આને જનતાએ જોવું જોઇએ અને જે રાજકીય પાર્ટીઓ પાર્લામેન્ટમાં અને બહાર તેમનું સમર્થન કરે છે, તેમણે પણ વિચારવું જોઇએ. આવા લોકોને તમે લોકો શા માટે સમર્થન કરી રહ્યા છો?” તેમણે કહ્યું કે,
“પેરા મિલિટ્રી હોય, મિલિટ્રી હોય તેના પર પાકિસ્તાન વાત કરે કે કોઈ રાજકીય પાર્ટી, આપણે ના સાંભળી શકીએ. આના પર સંપૂર્ણ સમાજે વિચારવું જોઇએ.”