ઉન્નાવ સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને વહેલી સવારે સીબીઆઇની ટીમે ધરપકડ કરી છે. સેંગર પર પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ દાખલ થઇ છે.આજે સેંગરને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરાશે. સીબીઆઇની લખનૌની ટીમે ગુરૂવારની મોડી રાતે સેંગર સામે ત્રણ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ તરફ અલ્હાબાદ હાઇકોર્ટમાં આ કેસ અંગે આજે બપોરે મહત્વની સૂનાવણી હાથ ધરાવાની છે.
સીબીઆઇએ ઘટનાની તપાસ કરી રહેલી યુપી પોલીસ પાસેથી કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજો પર કબ્જો મેળવ્યો છે. અાગળની કાર્યવાહી હાથ ધરી છે.