ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 12માં ધોરણ ની વિદ્યાર્થિનીને કારમાં ખેંચી ગેંગરેપ કરનારા ત્રણ દોષિતોને પોક્સો કોર્ટે મોતની સજા નો હુકમ કર્યો છે.
વિગતો મુજબ ચાંદપુરમાં રહેતી વિદ્યાર્થિની 2 જાન્યુઆરી, 2018ના રોજ કોચિંગ કલાસ પતાવી સાયકલ ઉપર પોતાના ઘર તરફ જઈ રહી હતી.તે દરમિયાન રસ્તામાં કારમાં આવેલા સિકંદરાબાદના ઇઝરાયલ, જુલ્ફિકાર અને દિલશાદ નામના
3 યુવકોએ તેને સાયકલ પરથી ખેંચીને પોતાની ગાડીમાં બળ જબરી પૂર્વક ખેંચી લઈ ચાલુ કારમાં જ તેની ઉપર વારાફરતી ગેંગરેપ કર્યો હતો. જે બાદ દુપટા થી ગળું દબાવી સગીરા ની હત્યા કરવામાં આવી હતી 2 દિવસ પછી 4 જાન્યુઆરીએ વિદ્યાર્થિનીનો મૃતદેહ ગ્રેટર નોયડાના દાદરીના અકબરપુર અને ભોગપુર ગામની વચ્ચે આવેલી નહેરમાંથી મળી આવ્યો હતો
આ ઘટના પછી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભારે દબાણ વચ્ચે પોલીસે 10 દિવસ પછી પોલીસે સિકંદરાબાદના ઇઝરાયલ, જુલ્ફિકાર અને દિલશાદની ધરપકડ કરી તેઓને જેલહવાલે કર્યા હતા
ત્રણેય યુવકોએ પોલીસની સામે જ કબૂલ્યું હતું કે તેઓ ઘરેથી ન્યૂયર સેલિબ્રેટ કરવા નીકળ્યા હતા. રસ્તામાં વિદ્યાર્થિનીને એકલી જોઈ અને તેનું અપહરણ કરી લીધું. આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 200 ડગલાં દૂર જ ઘટી હતી. વિદ્યાર્થિની સાથે ચાલતી કારમાં બળજબરી કરવામાં આવી. જે બાદ દુપટ્ટાથી તેનું ગળું દાબી દેવાયું. જે પછી અકબરપુરની પાસે મૃતદેહને ફેંકીને તેઓ ફરાર થઈ ગયા હતા. આ કેસ ચાલી જતા કોર્ટે ત્રણેય ને દોષી ઠેરવી મોત ની સજા સંભળાવી છે, મૃતક વિદ્યાર્થીની ના પરિવારે કહ્યુ કે તેઓ ત્રણેય હેવાનો ને ફાંસી એ લટકતા જોવા માંગે છે.
Sunday, May 19