દિવાળી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો હવે તહેવારના રંગે રંગાઇ ગયા છે. ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી શરૂ થતી હોય છે અને એટલે જ આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. તેથી, ભારતીય પરિવાર આ પ્રસંગે સોનાના દાગીનાની ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે શાનદાર ઓફર લઇને આવી છે.
ફેસ્ટિવ સિઝન દરમિયાન બેંક અનેક પ્રકારની નવી સ્કીમ લઇને આવે છે. આ વખતે તમે SBI બેંકની ઓફરનો ફાયદો ઉઠાવીને સોનાની ખરીદી પર 32%નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
SBI તરફથી ફેસ્ટિવ ઓફર હેઠળ 30 ઓક્ટોબર સુધી સોનાની ખરીદી પર ધમાકેદાર ઓફર આપવામાં આવી રહી છે. જો તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માગતા હો તો SBIની YONO સર્વિસ દ્વારા જ્વેલરીની ખરીદી કરી શકો છો.YONO સર્વિસ દ્વારા સોનાની ખરીદી પર વિવિધ બ્રાન્ડ્સ પર અલગ-અલગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
તનિષ્કમાંથી ગોલ્ડ જ્વેલરી ખરીદો તો તમને 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેમજ, CANDERE અથવા કલ્યા જ્વેલર્સમાંથી સોનાની ખરીદી કરવા પર SBI YONOથી પેમેન્ટ કરવામાં આવે તો 20% ડિસ્કાઉન્ટ મળી જશે. જો તમે PCJ જ્વેલર્સમાંથી સોનું ખરીદો તો તમને 32% સુધીની છૂટ મળી શકે છે.
YONO પરથી ખરીદીની પ્રક્રિયા
- SBIની ઓફરનો લાભ લેવા માટે સૌપ્રથમ YONO એપ ઓપન કરો.
- અહીં તમારે શોપ એન્ડ ઓર્ડર વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- તેની પર ક્લિક કરતા જ જ્વેલરી સેક્શનમાં જવાનું રહેશે.
- અહીંથી તમે તમારી મનપસંદ જ્વેલરીની ખરીદી કરી શકો છો.