ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં આજે વહેલી સવારે ચિત્રકુટના માણેકપુર સ્ટેશન પાસે વાસ્કો દ ગામા-પટના એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા જયારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ટ્રેન ગોવાના મડગાંવ સ્ટેશનથી પટાણા જવા રવાના થઇ હતી જ્યાં ચિત્રકૂટમાં વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના સમયે રેલ્વેબોર્ડના ચેરમેન ગુરુવરન લખનઉ માં જ હતા આથી તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે પાટા તૂટેલા હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રિન્સિપલ સેક્રેટરી અરવિંદ કુમારે જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના થઇ હતી જો કે તાત્કાલીક ધોરણે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. અલ્હાબાદથી મેડિકલ ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી.વાસ્કો દ ગામા-પટના એક્સપ્રેસના 7 કોચને પટના રવાના કરી દીધા હતા.

epa06152658 Rescue work continues at the site of a train accident where coaches of Puri-Haridwar Kalinga Utkal Expresss train derailed in Khatauli near Muzaffarnagar, India, 20 August 2017. According to reports, around 25 people were killed and more than 70 were injured after 14 coaches of an Puri-Haridwar Kalinga Utkal Expresss train derailed in the evening. EPA/RAJAT GUPTA