ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના 12,38,635 કેસ નોંધાયા છે. તેમાંથી 4,26,167 સક્રિય કેસ છે. 7,82,606 લોકો સ્વસ્થ થયા છે અને 29,861 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,720 કેસ નોંધાયા છે, 1,129 લોકોનાં મોત નીપજ્યાં છે. આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,50,823 નમૂના પરીક્ષણો થયા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 1,50,75,369 નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા છે. દેશમાં 11 લાખથી 12 લાખ કેસ થવામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં સુધીમાં 3,37,607 કેસ નોંધાયા છે. તેમાંથી 1,37,282 સક્રિય કેસ છે અને 12556 લોકો મૃત્યુ પામ્યા છે. તમિળનાડુમાં 1,86,492 કેસ નોંધાયા છે. તેમાંથી 51,765 સક્રિય કેસ છે. 1,31,583 લોકો સ્વસ્થ થયા છે. 3144 લોકોનાં મોત નીપજ્યાં છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 1,26,323 કેસ નોંધાયા છે. ત્યાં 14,954 સક્રિય કેસ છે. 1,07,650 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 3719 લોકો મૃત્યુ પામ્યા છે. કર્ણાટકમાં 75,833 કેસ નોંધાયા છે. તેમાંથી 47,075 સક્રિય કેસ છે. 27,239 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 1519 લોકોનાં મોત નીપજ્યાં છે. આંધ્રપ્રદેશમાં 64,713 કેસ નોંધાયા છે. તેમાં 31,763 એક્ટિવ કેસ છે. 32,127 દર્દીઓ સાજા થયા છે. 823 લોકોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 55,588 કેસ નોંધાયા છે. ત્યાં 20,825 સક્રિય કેસ છે. 33,500 દર્દીઓ સ્વસ્થ થયા છે. 1263 લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાતમાં 51,399 કેસ નોંધાયા છે. તેમાંથી 11,915 સક્રિય કેસ છે અને 2224 લોકોનાં મોત નીપજ્યાં છે. પશ્ચિમ બંગાળમાં 49,321 કેસ નોંધાયા છે. આમાં 18450 સક્રિય કેસ છે. 29650 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 1221 લોકોનાં મોત નીપજ્યાં છે. તેલંગાણામાં 49,259 કેસ નોંધાયા છે. તેમાંથી 11,155 સક્રિય કેસ છે. 37666 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 438 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજસ્થાનમાં 32,334 કેસ નોંધાયા છે. અહીં 10,506 સક્રિય કેસ છે. 19,646 દર્દીઓ સાજા થયા હતા અને 217 લોકો મૃત્યુ પામ્યા છે.