ભારતમાં લોકસભાની ચૂંટણી થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પર આખાય વિશ્વનીનજર મંડાયેલી છે. ચૂંટણીને લઈ અમેરિકાના ઈન્ટેલિજન્સ બ્યૂરોનો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ ચોંકાવનારો છે. અમેરિકા સેનેટને સોંપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂર્વે કટ્ટર હિન્દુત્વ-રાષ્ટ્રવાદના મુદ્દા પર જોર આપે છે તો ભારતમાં કોમી રમખાણો ફાટી નીકળવાની દહેશત છે.
અમેરિકા ઈન્ટેલિજન્સ એજન્સીઓ દુનિયાભરમાં ઉભા થઈ રહેલા ખતરા અને જોખમનું પૃથક્કરણ કરી આવા રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ અમેરિકાની સેનેટની સિલેક્ટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અમેરિકાના ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ ડેન કોટ્સ દ્વાકા તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે જો પીએમ મોદીની ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દા પર આગળ વધે છે તો ભારતમાં થનારી લોકસભાની ચૂંટણીમાં રમખાણોની સંભાવના વધવાની ભીંતી રહેલી છે.
અત્રે નોંધનીય છે કે અમેરિકામાં દર વર્ષના પ્રારંભમાં રિપોર્ટ પ્રસિદ્વ કરે છે. જેમાં દુનિયાભરમાં થનારી ઘટનાઓની સમીક્ષા કરવામાં આવે છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના ડાયરેક્ટર જીના હોસ્પેલ, એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે અને ડીઆઈએફના ડાયરેક્ટર રોબર્ટ એશ્લેની ટીમ સામેલ છે. પોતના લેખિત સ્ટેટમેન્ટમાં ડેન કોટ્સે કહ્યું કે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં ભાજપ શાસિત રાજ્યોમાં કોમી તંગદીલીમાં વધારો થયો છે અને આવા રાજ્યોમાં હિન્દુવાદી નેતાઓએ હિન્દુ રાષ્ટ્રવાદના નામે પોતાના સમર્થકો દ્વારા છૂટીછવાઈ હિંસા આચરી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ચૂંટણી પહેલા આવા પ્રકારની હિંસા ભારતમાં ઈસ્લામિસ્ટ ટેરરિસ્ટ સંગઠનોને આગળ વધવામાં પ્રોત્સાહિત કરી શકે એમ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચૂંટણી પહેલાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વધુ તંગદીલી આવી શકે છે.
તેમણે રિપોર્ટમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તા બોર્ડર પર લાઈન ઓફ કન્ટ્રોલ, ક્રોસ બોર્ડર ટેરરિઝમમાં ચૂંટણીના સમયગાળા દરમિયાન વધારો થવાની શક્યતા છે, જે બન્ને દેશો વચ્ચેના તનાવમાં વધારો કરશે. ભારતમાં અપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.