ઈમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં 5 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે તેમના સમર્થકો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઈમરાનની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાએ કહ્યું કે આ તેમનો આંતરિક મામલો છે. ઈમરાન ખાન તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અમેરિકન વિદેશ નીતિની ટીકા કરતા રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈને અમેરિકાના વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં ઈમરાન ખાનને અમેરિકી ટીકાકાર ગણાવ્યા અને તેમની કાનૂની મુશ્કેલીઓ પર કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો.