ભારતમાં સોના (Gold)સાથે ભાવનાત્મક સંબંધ છે પરંતુ ઘરમાં સોનું (Gold)રાખવું પણ જોખમથી ખાલી નથી, કારણ કે ચોરી કે ખોવાઈ જવાનો ભય રહે છે, તેથી કેટલાક લોકો આ માટે સોનાને(Gold) લોકરમાં રાખે છે. ઘણી બેંકો લોકર સુવિધા આપે છે. બેન્કોમાં દાગીના સેફ રહે છે જો તમે પણ આવું કંઇક વિચારી રહ્યાં છો, તો પહેલા તે વિશે સંપૂર્ણ રીતે જાગૃત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સોનાના આભૂષણો અથવા કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ચીજો બેંકના લોકરમાં રાખી છે કે તેઓ ત્યાં સંપૂર્ણપણે સલામત છે. તો તમારે આ જાણી લેવું જરૂરી છે. કારણ કે લોકરમાં રાખેલ માલ ચોરી, આગ અથવા અન્ય કોઈ કારણોસર નુકસાન થશે તો બેંકો તેની જવાબદારી નહીં લે.વર્ષ 2017માં કોઈપણ કિંમતી વસ્તુને લોકરમાં રાખવી કેટલું સુરક્ષિત છે તેના પર રિઝર્વ બેંકની માર્ગદર્શિકાને જાણી લેજો. જે મુજબ ‘અકસ્માતની સ્થિતિમાં લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ માટે ગ્રાહકને વળતર આપવું એ બેંકોની સંપૂર્ણ જવાબદારી નથી’.આનો અર્થ એ છે કે જો બેંકમાં લૂંટ, આગ, કોઈ પ્રકારની કુદરતી આફતો જેવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને છે, તો બેંક યુદ્ધની સ્થિતિમાં તેના ગ્રાહકને વળતર આપશે નહીં.
આ કારણ છે કે બેંકના લોકર કરારમાં જવાબદારી ચુકવણીનો કોઈ ઉલ્લેખ નથી, ગ્રાહકે કિંમતી ચીજોનો વીમો લેવાની જવાબદારી છે.જ્યારે બેંકો લોકરમાં કોઈ ચોરી, લૂંટફાટ તો આ ચીજવસ્તુઓની બેંકોની કોઈ જવાબદારી હોતી નથી. તો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા સોના-ચાંદીનો વીમો ઉતારીને રાખો. સારી બાબત એ છે કે, સોનાના દાગીનાનો વીમા હશે તો તેને અલગથી બેંકના લોકરમાં રાખવાની જરૂર રહેશે નહીં.બેંકના લોકરમાં રાખેલા સોનાનું વીમો પ્રીમિયમ તમે કેટલું ભર્યું છે તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ઓછામાં ઓછું પ્રીમિયમ વાર્ષિક રૂ. 300 થી રૂ. 2,500 ચૂકવવાનું રહે છે.બેંકો લોકર વીમો આપતી નથી, તેના બદલે કેટલીક ખાનગી કંપનીઓ ગોલ્ડ વીમા પોલિસી આપે છે. ટાટા એઆઈજી, ઇફ્કો ટોકિયો, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ફ્યુચર જનરલી જેવી કેટલીક વીમા કંપનીઓ ગોલ્ડ ઇન્સ્યુરન્સ પોલિસી આપે છે. કેટલીક વીમા કંપનીઓ લોકર સુરક્ષા નીતિની સુવિધા પણ પૂરી પાડે છે. જેના માધ્યમથી બેંકમાં આગ લાગવાની ઘટના, ચોરી, કુદરતી આફત, આતંકવાદી હુમલો અથવા કોઈપણ પ્રકારના બેંક કર્મચારીની છેતરપિંડીની સ્થિતિમાં ગ્રાહકોને સુરક્ષા મળે છે. ગોલ્ડ વીમા પોલિસીમાં 2 લાખથી 40 લાખ રૂપિયાની રકમ આવરી લેવામાં આવે છે. અકસ્માતના 30 દિવસની અંદર આ રકમની ચૂકવણી કરાય છે.