જીવન વીમો દર વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. મુશ્કેલીના સમયમાં તે તમારી સાથે તમારા પરિવારના પણ ખૂબ કામમાં આવે છે. LIC પોલીસીનું મહત્વ એટલા માટે વધુ હોય છે કારણ કે દુર્ભાગ્યપણે જો કોઇ ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારને એક આર્થિક સહાય મળે છે. પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ માટે તો તે વધુ જરૂરી બની જાય છે. તેને જ ધ્યાનમાં લેતા આજે અમે નોકરિયાત વ્યક્તિ માટે 4 બેસ્ટ પોલીસી વિશે જણાવી રહ્યાં છીએ.LICની આ આજીવન વીમા યોજના છે અને તેમાં ફાઇનલ એડિશન બોનસની સુવિધા પણ મળે છે. તેથી તેને પાર્ટનર પોલીસી પણ કહે છે. તેમાં પ્રીમિયમ પેમેન્ટ પીરિયડ બાદ ઇન્શ્યોર્ડ રકમના 8 ટકાનો લાભ આજીવન અથવા 100 વર્ષની ઉંમર સુધી મળે છે. સાથે જ તેમાં પ્રીમિયમ, મૃત્યુ લાભ અને મેચ્યોરિટી લાભ પર ટેક્સ લાભ પણ મળે છે.તેમાં પેમેન્ટ કરવામાં આવેલા પ્રીમિયમને ઇનકમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત ટેક્સમાં રાહત મળે છે. આ પોલીસીમાં લોન સુવિધા પણ છે. તેમાં જોખમ કવરેજ પોલીસીના પીરિયડના અંત સુધી હોય છે. આત્મહત્યાની સ્થિતિમાં પોલીસીધારક દ્વારા ચુકવવામાં આવેલી રકમના 80 ટકા સુધી પરત આપવામાં આવે છે, જો તે એક વર્ષ પહેલા સુસાઇડ કરે છે.આ એક પ્યોર ટર્મ પ્લાન છે અને લાઇફ કવર પસંદ કરવાના બે વિકલ્પ છે. પહેલો ફક્ત ઇન્શ્યોર્ડ અને બીજો ઇંક્રીસિંગ ઇન્શ્યોર્ડ રકમ છે. 80 વર્ષની ઉંમર સુધી આ પોલીસીનુ લાઇફ કવર મળે છે અને પોલીસી દરમિયાન ધારકનું મૃત્યુ થઇ જાય તો નોમીનીને વીમા રકમ મળે છે. આ પોલીસીને 18થી 65 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિ ઓફલાઇન માધ્યમથી ખરીદી શકે છે. તેમાં લઘુત્તમ વીમા રકમ 25 લાખ રૂપિયા છે અને મહત્તમ વીમા રકમની કોઇ લિમિટ નથી.
આ પોલીસીમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને બચતની સાથે સાથે જીવન સુરક્ષા કવર પણ મળે છે. આ પોલીસીમાં બોનસની સાથે સાથે પોલીસી પીરિયડ બાદ પણ રિસ્ક કવરની સુવિધા મળે છે. 18થી 50 વર્ષની વ્યક્તિ આ પોલીસીનો લાભ લઇ શકે છે. તેમાં 1 લાખ રૂપિયા સુધીનું સમ અશ્યોર્ડ ફરજિયાત શરત છે પરંતુ તમે તેમાં વધુ રકમનું પણ સમ અશ્યોર્ડ લઇ શકો છો. પોલીસી પીરિયડ 15થી 35 વર્ષનો છે. આ પોલીસીને ખરીદ્યાના 3 વર્ષ બાદ તમે તમારી પોલીસી પરથી લોન લઇ શકો છો. ગ્રાહકોને આ પોલીસી ઓનલાઇન અને ઓફલાઇન ખરીદવાની સુવિધા મળે છે. આ એક ઓનલાઇન વીમા પોલીસી છે, જે ઓફલાઇન પોલીસીની તુલનામાં સસ્તી હોય છે. આ એક નૉન-લિંક્ડ, પ્રોફિટ વિની પ્યોર પ્રોટેક્શન ઓનલાઇન ટર્મ પોલીસી છે. આ પોલીસીમાં 18થી 65 વર્ષની ઉંમરની વ્યક્તિ 10થી 40 વર્ષ માટે રોકાણ કરી શકે છે. આ પોલીસી અંતર્ગત લાઇફ કવરની રકમ 50 લાખ રૂપિયાની છે. સ્મોકિંગ કરનારા અને સ્મોકિંગ ન કરનારા વ્યક્તિ માટે અલગ-અલગ પ્રીમિયમ ઉપલબ્ધ છે. આ એક નૉન મેડિક્લેમ સ્કીમ છે અને LICની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ અંગે જાણકારી મેળવી શકાય છે.