ગાડી ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. પહેલા લાયસન્સ માટે લોકોને આરટીઓ ઓફિસના ચક્કર લગાવવા પડતા હતા. પણ હવે કોરોનાકાળમાં આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. જેમાં આપ પણ ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં આપને ઉંમરની સાથે સાથે ગાડી સંબંધિત દસ્તાવેજો રાખી ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. તો આવો જાણીએ ઘરે બેઠા આપ કઈ રીતે લાયસન્સ મેળવી શકશો.
આ ડોક્યુમેન્ટની પડશે જરૂર
1 રહેણાંક પ્રુફ, વોટર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, વિજળી તથા ટેલિફોન બિલ, હાઉસ ટેક્સની રસીદ, રાશન કાર્ડ, સરકારી કર્મચારીઓ માટે એડ્રેસવાળુ આઈ કાર્ડ સાથે રાખવા.
2 ઉંમર પ્રમાણપત્ર માટે બર્થ સર્ટિફિકેટ, હાઈસ્કૂલ 10ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તથા પાસપોર્ટ અને રાશન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી.
3 ઓળખ માટે 4 પાસપોર્ટ સાઈઝના ફોટો
4 લાયસન્સ માટે આપને સરકારની વેબસાઈટ પર જવાનું છે. જેમાં આપને http:/parvivahan.gov.in/sarathiservices/newLLDet.do પર જવાનુ રહેશે. જ્યાં ડ્રાઈવિંગ લાયસન્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં માગેલી વિગતો ભરવાની રહેશે.
ફીની વિગતો
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે નક્કી કરેલી ફી આપે ભરવાની રહેશે. જો તમે લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરી રહ્યા છો, તો આપે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. તો વળી લર્નિંગ લાયસન્સને અપગ્રેડ કરવા માટે વધુ 200 રૂપિયા આપવાની રહેશે.
જરૂરી શરતો
ડ્રાઈવિંગ લાયસન્સ માટે સરકાર તરફથી અમુક નિયમો બનાવામાં આવ્યા છે. તેના આધાર પર જ વ્યક્તિને લાયસન્સ માટે યોગ્ય માનવામાં આવશે. નિયમ અનુસાર સેલ્ફ સ્ટાર્ટ મોટરસાઈકલ માટે 16 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જો 18 વર્ષથી ઓછી ઉંમર છે, તો તેના માતપિતાની મંજૂરી લેવી જરૂરી છે. તો વળી ગિયર વાળા વાહન માટે અરજી કરતી વખતે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. વ્યવસાયિક વાહનોના લાયસન્સ માટે ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત ચાલકને વાહનવ્યવહાર સંબંધિત નિયમોની જાણકારી હોવી જરૂરી છે.