સરકારે હવે હોળી ઉપર કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે ભેટમાં સ્પેશયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરી છે. જેના માધ્યમથી સરકારી કર્મચારી હવે એડવાન્સ પૈસા લઈ શકો છો. સાથે જ આ પૈસાને સરળ હપ્તામાં પરત કરવાની તક છે.તેવામાં જાણો કે ક્યાં લોકોને આ સ્કિમનો ફાયદો મળશે અને કેવી રીતે આ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. વાસ્તવમાં 7મું પગારપંચ લાગુ થયા પહેલા જ એડવાન્સ સ્કીમની કોઈ જોગવાઈ ન હતી. પરંતુ હવે કર્મચારીઓને પૈસા દેવામાં આવી રહ્યાં છે. આ કારણે તેને સ્પેશયલ સ્કિમ કહેવામાં આવે છે.આ પહેલા છઠ્ઠા પગારપંચમાં 4500 રૂપિયા મળતા હતા. પરંતુ આ વખતે સરકારી કર્મચારી 10 હજાર રૂપિયા સુધી પૈસા લઈ શકો છો.
એક રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓ તહેવાર માટે 10 હજાર રૂપિયા એડવાન્સમાં લઈ શકે છે. ખાસ વાત તો એ છે કે, આ પૈસા ઉપર કર્મચારીઓનો કોઈ પણ પૈસા આપવાના થતા નથી. અને તેને સરળતાથી પરત કરી શકો છો. આ સ્કીમનો ફાયદો લેવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે. એટલે કે તમે 31 માર્ચ પહેલા આ સ્કિમના માધ્યમથી પૈસા લઈ શકો છો. આ એક પ્રકારની પગાર સિવાસ એડવાન્સ પૈસા લેવા જેવું છે.જણાવી દઈએ કે કર્મચારીઓને સાતમા પગારપંચની રજૂઆતના આધાર ઉપર આ સુવિધા મળી રહી છે અને આ વર્ષમાં એક વખત જ પરત લઈ શકા છે. એવું નથી કે આ સ્કીમનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ જ લઈ શકે છે. જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ પ આ એડવાન્સ પૈસા લઈ શકે છે સાથે જ કર્મચારી આ એડવાન્સ મનીને 10 સરળ હપ્તામાં જમા કરાવી શકે છે.