સરકાર દ્વારા લોકોને સોલર પ્લાન્ટ લગાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સૌથી સારી વાત એ છે કે, ઘર પર સોલર પ્લાન્ટ લગાવવા પર સરકાર દ્વારા સબ્સિડી પણ આપે છે. સોલર પ્લાન્ટ માટે તમારે માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ તમને મળનાર વિજળી ફ્રી થઈ જાય છે. સાથે જ તમારુ વિજળી બીલ પણ અડધુ થઈ જાય છે. હરિયાણા સરકાર સોલર પ્લાન્ટ પેનલને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે. હરિયાણા સરકારની આ યોજનાનું નામ મનોહર જ્યાતિ યોજના છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર સૌર ઉર્જા પેનલ લગાવી શકાય છે. સાથે જ તમને એક લીથિયમ બટરી પણ આપવામાં આવે છે. તો 6-6 વોટના બે LED બલ્બ, 9 વોટની LED ટ્યૂબલાઈટ અને 25 વોટવાળા સીલિંગ ફેન સિવાય 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે.
મનોહર જ્યોતિ યોજના અંતર્ગત ગ્રામણી વિસ્તારમાં 150 વોટનો સોલર પેનલ લગાવી શકાય છે. સાથે જ તમારે એક લીથિયમ બેટરી પણ આપી છે. તો 6-6 વોટના બે LED બલ્બ, 9 વોટની LED ટ્યૂબલાઈટ અને 25 વોટવાળા સીલિંગ ફેન સિવાય 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે. યોજના પ્રમાણે, ઘર પર 150 વોટનું સોલર પેનલ લગાવવામાં લગભગ 22,500 રૂપિયાની લગાત આવે છે, પરંતુ તેમાં રાજ્ય સરકાર 15 હજાર રૂપિયાની સબ્સિડી આપે છે. એવામાં માત્ર 7,500 રૂપિયા લગાવાના હોય છે. ત્યારબાદ તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. મનોહર જ્યોતિ યોજનાનો લાભ માત્ર રાજ્યના મૂલ નિવાસી જ ઉઠાવી શકે છે. તે માટે તમારી પાસે હરિયાણાના નિવાસ પ્રમાણ પત્ર હોવુ જોઈએ. તે સિવાય આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ હોવુ પણ જરૂરી છે. ત્યારબાદ તમે સોલર પેનલ સ્કીમ માટે અરજી કરી શકે છે. તમે http://hareda.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.