ઇનકમ ટેક્સ વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 98,625 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યુ છે. 26 લાખથી વધુ ટેક્સપેયર્સને રિફંડ મળી ચુક્યુ છે. તેમાંથી 29,997 કરોડ રૂપિયાનુ રિફંડ પર્સનલ ઇનકમ ટેક્સ રૂપે 24.50 લાખ કરદાતાઓને આપવામાં આવ્યું છે. જો તમને હજુ સુધી ટેક્સ રિફંડ નથી મળ્યું તો પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે તમે કેવી ચેક કરી શકો છો તમારુ ટેક્સ રિફંડ…
આ રીતે ચેક કરો પોતાના ટેક્સ રિફંડનું સ્ટેટસ
1. સૌપ્રથમ તમે વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ.
2. અહીં તમારો PAN નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે ભરો, પછી કેપ્ચા કોડ નાંખો.
3. તે બાદ Proceed પર ક્લિક કરો. તો તમને રિફંડ સ્ટેટસ જાણવા મળશે.તેની બીજી રીત એ છે કે તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ અને ત્યાં રિફંડનું સ્ટેટસ ચેક કરો.
ITની વેબસાઇટ પર રિફંડનું સ્ટેટસ
1. સૌપ્રથમ www.incometaxindiaefiling.gov.in વેબસાઇટ પર જાઓ.
2. PAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાંખીને લૉગ-ઇન કરો.
3. તે બાદ રિવ્યુ રિટર્નસ/ફોર્મ્સ પર ક્લિક કરો.
4. એક ઓપ્શન આવશે ‘Income Tax Return’ પર ક્લિક કરો.
5. જે અસેસમેંટ યરનુ ઇનકમ ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો. તેના પર ક્લિક કરો.
6. તે બાદ પોતાના Acknowledgment નંબર (હાઇપર લિંક) પર ક્લિક કરો.
7. એક પૉપ-અપ તમારી સ્ક્રીન પર ખુલશે, જે રિટર્નની ફાઇલિંગની ટાઇમલાઇન બતાવશે.
8. તેમાં અનેક જાણકારીઓ સાથે પોતાનુ રિફંડ જારી થવા અંગે પણ લખવામાં આવશે.
જો તમે તમારી તમામ જાણકારી સાચી ભરશો તો સ્ટેટસ ચેક કરવામાં ફક્ત બે મિનિટનો સમય લાગશે. જો તમને ટેક્સ રિફંડને લઇને કોઇ ફરિયાદ હોય તો તમે તરત જ ઇનકમ ટેક્સ વિભાગનો સંપર્ક સાધી શકો છો.