મોટાભાગે એવું થતુ હોય છે કે ATM CARD ખિસ્સામાં ન હોવાના કારણે લોકો પૈસા નથી કાઢી શકતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી મોટા બેન્ક ગ્રાહકોને કાર્ડલેસ કેસ કાઢવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં હવે વધુ એક બેન્ક જોડાઈ ચુકી છે. આ પ્રાઈવેટ બેન્ક આરબીએલ બેન્ક છે.
આરબીએલ બેન્કે કર્યો કરાર
આરબીએલ બેન્કે એટીએમમાંથી વગર કાર્ડે પૈસા કાઢવાની સુવિધાની શરૂઆત કરી છે. બેન્કે કહ્યું છે કે તેણે આ સુવિધા માટે વૈશ્વિક નાણાંકીય ટેકનોલોજી પુરી પાડનાર એમપેજ પેમેન્ટ સિસ્ટમ્સની સાથે કરાર કર્યો છે.
40 હજારથી વધુ એટીએમ
બેન્કે જણાવ્યું કે હવે તેના ગ્રાહક આરબીએલ બેન્કના એટીએમની સેવા સાથે સજ્જ 389 એટીએમ અને અન્ય બન્કોના 40 હાજારથી વધુ એટીએમ સાથે વગર ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે પૈસા કાઢી શકે છે.
મોબેન્ક એપ જરૂરી
આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને આરબીએલ બેન્કના મોબેન્ક એપમાં લોગ ઈન કરી એવા એટીએમનું સ્થાન આપવાનું રહેશે જે આઈએમટી સાથે સજ્જ છે.
એટીએમમાંથી કાઢી શકશો કેશ
તે ત્યાર બાદ બેન્કના એટીએમ મશીન દ્વાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અથવા એપમાં અમુક વિકલ્પોનો પ્રયોગ કરી કાર્ડલેસ નિકાસી કરી શકશે.
અન્ય ઘણી બેન્કોએ પણ તેની શરૂઆત કરી
જણાવી દઈએ કે આરબીએલ બેન્ક પહેલા SBI યોનો એપ દ્વારા આ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય ઘણી બેન્કો પણ તેની શરૂઆત કરી ચુકી છે.