IDBI BANKએ 920 એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ idbibank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ તમામ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. IDBI બેંકમાં નોકરી મેળવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. IDBI બેન્કે દેશભરમાં સ્થિત તેની વિવિધ શાખાઓ અને ઓફિસોમાં એક્ઝિક્યુટિવના પદ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.આ IDBI બેંકની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઉપર અને 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારોએ 55% ગુણ સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. IDBI બેંક ભરતી 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ છે. ઉમેદવારોએ પહેલા આ તમામ ખાલી જગ્યાઓ માટે અરજી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ તમામ જગ્યાઓ કરારના આધારે છે. આ ભરતી દ્વારા ઉમેદવારોને એક વર્ષ માટે આ ખાલી જગ્યાઓ પર પસંદ કરવામાં આવશે. આ પછી, આ કરાર ઉમેદવારોની કામગીરીના આધારે બીજા બે વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે.
કુલ જગ્યા – 920
- UR – 373
- SC – 138
- ST – 69
- OBC – 248
- EWS – 92આ તમામ ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન પરીક્ષા 5 સપ્ટેમ્બરે છે. આ ખાલી જગ્યાઓ માટે સામાન્ય ઉમેદવારોએ 1000 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે અને SC, ST અને PWD ઉમેદવારોએ 200 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.