વડોદ ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની માસુમ બાળા પર બે સગા ભાઇ એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાય છે. દુષ્કર્મ આચરનાર બંને સગાભાઇઓએ કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો છેક પચ્ચીસ દિવસ બાદ બહાર આવી છે.
વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય પુત્રી રેખા (નામ બદલ્યું છે) ના પિતા પાંડસેરા જીઆઇડીસીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે અને માતા ડાઇંગ મિલમાં નોકરી કરે છે. ગત ઓગસ્ટ મહિનામાં પિતા ખેતી કામ માટે વતન ગયા હતા અને માતા નોકરી પર ગઇ હતી ત્યારે રેખા તેના 6 વર્ષીય ભાઇ સાથે ઘરે હતી. તે દરમ્યાન પરિચીત 13 વર્ષીય હિરેન (નામ બદલ્યું છે) અચાનક રહેણાંક ભાડાની રૂમમાં ઘુસી ગયો હતો અને 6 વર્ષીય શિવમ (નામ બદલ્યું છે) ને રૂમની બહાર મોકલી દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ કર્યુ હતું.
પોતાની સાથે થઇ રહેલા કૃત્યથી થઇ રહેલી પીડાને કારણે રેખા આજીજી કરતી હતી પરંતુ નરાધમ હિરેન પોતાની હવસ સંતોષ્યા બાદ કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. રેખા નગ્ન અવસ્થામાં રૂમમાં બેસીને રડી હતી ત્યારે હિરેનનો મોટો ભાઇ નરેશ (નામ બદલ્યું છે) રૂમમાં આવ્યો હતો અને રેખાને કપડા પહેરાવી ચાલ્યો ગયો હતો. બીજી તરફ શિવમ નરેશ સાથે રમી રહ્યો હોવાથી તેને લેવા રેખા ગઇ હતી પરંતુ નરેશ શિવમને લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો અને રેખાની પાછળ-પાછળ નરેશ રૂમમાં ઘુસી ગયો હતો અને તેણે હિરેનેજે કર્યુ તે પોતાને પણ કરવા દે એમ કહી રેખાએ ના પાડવા છતા દુષ્કર્મ કરી કોઇને પણ કહેશે તો મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો.
બે સગાભાઈ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મથી અસહ્ય પીડા થઇ રહી હોવાથી રેખા પલંગ પર સુતેલી હતી. તે અરસામાં માતા આવતા સમગ્ર હક્કીત જણાવી હતી. જો કે હર્ષ અને નવલે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી માતાએ જે તે વખતે કોઇને જાણ કરી ન્હોતી પરંતુ બે દિવસ અગાઉ પતિ વતનથી આવતા વેંત સમગ્ર હકીકત જણાવી પાંડેસરા પોલીસ મથકમાં હર્ષ અને નવલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.