ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6ઠ્ઠી ઓગસ્ટે મતદાન થશે અને મતગણતરી પણ 6ઠ્ઠી ઓગસ્ટે થશે.
તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 5 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ 19મી જુલાઈના રોજ નોમિનેશન થશે અને 20મી જુલાઈએ સ્ક્રુટીની થશે. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો 22 જુલાઈ સુધી પોતાનું નામ પરત ખેંચી શકશે.
જાણી લો કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે મતદાન થશે. મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય મતગણતરી પણ તે જ દિવસે એટલે કે 6 ઓગસ્ટે થશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.