હાલ સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષ એટલે કે, 2020નું વર્ષ દુનિયાના તમામ લોકોમાં ક્યારેય ન ભૂલાય તેવી યાદો અને ન જોવાનું કેટલુ એવુ જોવા મળ્યુ છે. જેનાથી લોકો ઘણી વાર ડઘાઈ જતાં હોય છે. આવી એક તસ્વીર અમે લઈને આવ્યા છીએ આપના માટે.
હાલ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર ટ્વીટર પર શેર કરવામાં આવી હતી, જેમાં કેપ્શનમાં લખ્યુ છે કે, હવે દુકાનો આપણી સોસાયટીમાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, આ તસ્વીરમાં એક પ્રખ્યાત બ્રાન્ડની ટ્રક દેખાય છે. મોટા ભાગે આવા ટ્રક સામાન વેચતા નથી. તેમના તો શો રૂમ હોય છે અને તે પણ પોસ વિસ્તારોમાં તેમના મોલ્સ હોય છે. પણ તસ્વીર બતાવે છે કે, કોરોનામાં બિઝનેસને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ ફોટો જોઈને અમુક લોકોને જૂના સમયની યાદ આવી ગઈ. જ્યારે લોકો મોટરગાડી અને સાયકલ પર આવી જ રીતે કપડા વેચવા આવતા હતા. કેટલાય લોકો છે, જે આ આઈડીયા પસંદ આવ્યો છે. જો તમને પણ આ આઈડીયા પસંદ આવ્યો હોય એક શેર કરી દેજો.