સિંહ અને સિંહણ શિકાર કરતા વિડીયો અવારનવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જંગલમાં જે કોઈ રસ્તે સિંહ કે સિંહણ પસાર થાય છે ત્યાં બીજા બધા જાનવરો ક્યાંક એમનો શિકાર ન થઇ જાય તે ડરે ભાગી જતા હોય છે. સિંહ અને સિંહણનો એક આવો જ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સૌકોઈ ચોંકી રહ્યું છે. સિંહ અને સિંહણ અંદરોઅંદર લડી રહ્યા છે અને એક બીજા સામે ત્રાડ પાડી રહ્યા છે અને પંજો મારવા પ્રયાસ કરી રહ્યા છે.
સિંહણથી ડરી ગયો જંગલનો રાજા
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જંગલમાં સિંહ અને સિંહણ લડી રહ્યા છે, પરંતુ આ વીડિયોની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે સિંહણની ત્રાડ સાંભળીને જંગલનો રાજા સિંહ ડરી જાય છે અને દૂર ચાલ્યો જાય છે.
જબ્બર શેર થઇ રહ્યો છે વિડીયો
આ વીડિયોને વાઈલ્ડ ઇન્ડિયા દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “ગીરના જંગલમાં કેપ્ચર કરવામાં આવેલ શાનદાર વિડીયો. હેડફોન લગાવીને ચોક્કસ સાંભળવો. આ વિડીયો ગુજરાતના ગીરના જંગલોનો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દૂર એક સફારી જીપ ઉભી છે જેમાં કેટલાંક ટુરિસ્ટ પણ બેઠા છે.
જંગલમાં કોનું રાજ ચાલે છે સિંહનું કે સિંહણનું?
આ વીડિયો 26 જુલાઈના રોજ શેર કરવામાં આવ્યો છે. અત્યારસુધી લખો લોકો આ મજેદાર વીડિયોને જોઈ ચુક્યા છે અને શેર કરી ચુક્યા છે. સાથે જ આ વીડિયોને અઢળક લાઇક્સ અને રીટ્વિટ્સ પણ મળ્યા છે. સાથે જ, આ વીડિયોને રસપ્રદ કમેન્ટ્સ પણ મળી રહી છે. આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને પણ શેર કર્યો છે. સાથે જ કેપશનમાં લખ્યું છે કે કોઈ ફર્ક નથી પડતો કે તમે જંગલના રાજા હોય પણ ચાલે તો ખાલી સિંહણની જ છે.