વડાલી બ્રધર્સ ફેમ સુફી ગાયક પ્યારેલાલનું નિધન થયુ છે.હાર્ટ એટેકને કારણે સુફી ગાયક પ્યારેલાલનું મૃત્યુ થયુ છે.પદ્મશ્રી પૂર્ણચંદ વડાલીના નાના ભાઈ હતા પ્યારેલાલ વડાલી.તેઓ પોતાના સુફી અંદાજથી તેમના પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દેતા હતા.કેટલાક સમયથી પ્યારેલાલ બીમાર રહેતા હતા.પ્યારેલાલને અમૃતસરના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા વડાલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ડોનેરની શોધ કરવામાં આવી હતી પરંતુ ડોનેર ન મળવાને કારણે તે અાજે સવારે નિધન પામ્યા હતા.
તેમના પ્રશંસકો તેમના સંગીતને ક્યારેય નહી ભૂલી શકે. ભગવાન તેમના અાત્માને શાંતી અર્પે.