ફરીદાબાદના એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ખાનગી હેલિકોપ્ટરના પાયલટના માથા પર પાંખિયું ટકરાયું હતું. પરંતુ તે નસીબદાર હતો એટલે તરત છટકી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. પાયલટ અગસ્ટા 109સી હેલિકોપ્ટરની સામે ઉભો જોઇ શકાય છે કારણ કે અંદરનો પાયલટ ઇગ્નીશન પ્રક્રિયા શરૂ કરી રહ્યો છે.
બહારનાં પાયલોટને જ્યારે ખબર પડી કે તરત જ તે નીચે જુકી ગયો અને બચાવ માટે રોટર બ્લેડની નીચે બેસી ગયો. એક વખત તો પાંખિયું ટકરાઈ પણ જાય છે. પાયલોટની કપાળ પરની ટોપી પણ ઉડી જાય છે. આ ઘટના ફરીદાબાદના પાલી ગામની છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનો આ વીડિયો હાલમાં આખા ભારતમાં ફરી રહ્યો છે. ઈન્ટરનેટ પર લોકો પોતાની રીતે અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.