સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને ખ્યાતિ અપાવવામાં મોટો ફાળો ભજવે છે. આ પહેલાં એક ડાન્સિંગ અંકલનો વીડિયો વાયરલ થયો હતો કે જેનાં લીધે તે રાતોરાત ફેમસ થઈ ગયા હતા અને જિંદગી બદલી ગઈ હતી.
હવે એક ડોક્ટર અંકલનો એવો જ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને આનંદ કરી રહ્યાં છે લોકોને મજા આવી રહી છે. તે તેલેગું એક્ટર નાગેશ્વર રાવનાં ડાન્સિંગ સ્ટાઈલને ફોલો કરતાં જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસે રાખવામાં આવેલ એક કાર્યક્રમમાં તેમણે આ ડાન્સ કર્યો હતો. તો જુઓ આ ડાન્સ….