કોરોના વાયરસને કારણે આખા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનના કારણે ફેક્ટરી, પરિવહન વગેરે બંધ છે એવાં સમયમાં થોડા દિવસો પહેલાં દિલ્હીમાં યમુના નદી અમુક હદ સુધી ચોખ્ખી થઈ હોવાનાં ફોટા સામે આવ્યા હતા. આ કડીમાં દિલ્હીના જ સદર બજારમાં સ્થિત એક કુવામાં પાણી ઉપર આવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં, દિલ્હીનું સદર બજાર હોલસેલનું મોટું માર્કેટ હબ છે.
અહીં મુઘલોનાં સમયથી જ એક ધર્મશાળા હતી. કહેવાય છે કે, અહીં મુઘલોનાં ઘોડા વિશ્રામ કરતાં હતા. આજ કારણે તેને આજે પણ ઘોડાવાળી ધર્મશાળાનાં નામથી જાણીતી છે. અહીં તેજ સમયનો જુનો કુવો આજે પણ હાજર છે. અહીં હાજર કુવામાં સામાન્ય રીતે 50થી60 ફૂટ નીચે પાણી રહેતું હતુ. પરંતુ લોકડાઉનને કારણે કુવાનું પાણી ચમત્કારિક રૂપે ઉપર વધીને જમીનથી ફક્ત 10 ફૂટ નીચે રહી ગયુ છે. હવે આ પાણી લોકો માટે મુસીબત ઉભી કરી રહ્યુ છે કારણકે તેનાંથી આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યુ છે.