કેરળ સહિત દેશમાં ૫ રાજયોમાં ચોમાસામાં થયેલા ભારે વરસાદના લીધે ૧૭ લોકોએ ઘર ગુમાવવા પડ્યા છે. આ સિવાય વરસાદ અને પૂરની સ્થિતિમાં માત્ર પાંચ જ રાજયોમાં ૯૫૦થી વધુના મોત થઈ ગયા છે. ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે વરસાદ અને પૂરના કારણે ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ સુધી કુલ ૯૯૯૩ લોકોના મોત થયા છે, જેમાં માત્ર કેરળના લગભગ ૪૦૦ લોકોનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે ૨૦૧૮માં આવેલા પૂરના કારણે લગભગ ૭૦ લાખ લોકો અસરગ્રસ્ત થયા, જેમાંથી લગભગ ૧૭ લાખ લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવું પડી રહ્યું છે. રિપોર્ટ મુજબ કેરળ સિવાય ઉત્તર પ્રદેશ, પશ્યિમ બંગાળ, આસામા અને કર્ણાટકના અલગ-અલગ ભાગોમાં આવેલા પૂરના કારણે વધારે નુકસાન થયું છે. ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ સુધી કેરળમાં કુલ ૩૮૭ લોકોના મોત થયાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું અને અત્યાર વર્તમાન સ્થિતિમાં મોતનો આંકડો ૪૦૦ને પાર પહોંચી ગયો હોવાનું માનાઈ રહ્યું છે. કેરળ સિવાય વરસાદ અને પૂરના કારણે ઉત્તર પ્રદેશમાં ૨૦૦૪, પશ્ચિમ બંગાળમાં ૧૯૫, કર્ણાટકમાં ૧૬૧ અને આસામમાં ૪૬ લોકોના મોત થાય છે. કેરળમાં પૂરના કારણે લગભગ ૫૪ લાખ લોકોને વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, જેમાં ૧૪.૫૨ લાખ લોકો રાહત કેમ્પોમાં શરણ લઈ રહ્યા છે. આ સિવાય આસામમાં ૧૧.૪૬ લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા, જેમાંથી ૨.૪૫ લાખ લોકો રાહત કેમ્પોમાં વસવાટ કરી રહ્યા છે. ગૃહમંત્રાલયના રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે ૨૦૧૭માં ૧૨૦૦ લોકોના જીવ ગયા અને વરસાદના કારણે તેમણે પોતાના જીવ ગુમાવવા પડ્યા. જેમાં બિહારમાં સૌથી વધુ ૫૧૪ લોકોના મોત થયા હતા. બિહાર સિવાય પશ્ચિમ બંગાળમાં ૨૬૧, મહારાષ્ટ્રમાં ૧૨૪ અને ઉત્તર પ્રદેશમાં ૧૨૧ લોકો મોતને ભેટ્યા હતા. જયારે વર્ષ ૨૦૧૬ દરમિયાન પૂરના કારણે બિહારમાં ૨૫૪ અને મધ્ય પ્રદેશમાં ૧૮૪ લોકોના મોત થાય હતા. પાછલા ઘણાં વર્ષોમાં પૂરના કારણે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ કહ્યું છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા રાજયોમાં પૂર રાહત માટે કોઈ વિશેષ ફંડ બનાવવાની દિશામાં રાજી નથી. હાલમાં ગૃહમંત્રાલય દ્વારા દેશના અલગ-અલગ રાજયના જિલ્લામાં આવેલા પૂર્વાનુમાન અને રાહત ફંડને લઈને કરાવવામાં આવેલા એક સર્વેમાં એ વાત સામે આવી છે કે, લગભગ-લગભગ દરેક રાજયમાં પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે પૂરતા સંસાધનો નથી. આ બધાની વચ્ચે દર વર્ષે થનારી આવી સ્થિતિ માટે અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ પગલા નથી ભરાયા જેના કારણે લોકો એ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.