Weather Update: ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરી દ્વીપકલ્પ, મધ્ય ભારત અને રાજસ્થાન સહિત ઘણા ભાગોમાં ગરમી વધી રહી છે અને વધુ વધશે. તેને ધ્યાનમાં રાખીને હીટ વેવને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 27 થી 31 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
IMDએ કહ્યું કે 30 માર્ચથી 1 એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 27-29 માર્ચ, 2024 દરમિયાન ઉત્તરીય કર્ણાટક અને ગુજરાતના કચ્છમાં વિવિધ સ્થળોએ ગરમીનું મોજું આવવાની શક્યતા છે.