હવામાન ખાતાએ આગાહી કરી છે કે પશ્ચિમી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લૂ અને ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. કોસ્ટલ કર્ણાટક, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શકયતા દર્શાવી છે. બીજી તરફ દક્ષીણી- પશ્ચિમી ચોમાસું પણ મંગળવારે કેરળ અને તામિલનાડુ પહોંચી ગયું છે. હવામાન ખાતાએ થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરે છે. ગઈ કાલે કેરળના મેંગલુરુમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. દિલ્હીમાં પણ ધૂળ ભરી આંધી સાથે હળવા વરસાદનું અનુમાન પણ હવામાન ખાતાએ કર્યું છે. હવામાન ખાતાના અધિકારી મુજબ આકાશમાં આંશિકરૂપે વાદળ છવાયેલ રહેશે. દિવસ દરમિયાન ભારે પવન સાથે હળવો વરસાદ પણ પડશે. જયારે ગુરુતમ તાપમાન ૪૦ ડિગ્રી રહેશે. હજુ જૂન મહિનાનો આરંભ નથી થયો ત્યાં નૈઋત્યના ચોમાસું પવનોએ ધરતીને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. ચોમાસાના છડીદાર કેરળમાં એક અઠવાડિયા વહેલું આગમન કરી ચૂકેલા મેઘરાજાએ સળંગ ત્રીજા દિવસે પણ સવારી આગળ વધારી હતી. મંગળવારે કર્ણાટકના તટિય વિસ્તારથી બેંગલુુરુ સુધી વરસાદ પડ્યા પછી બુધવારે મોડી રાત્રે મેંગલોર, ગોવા, સાવંતવાડી, રત્નાગીરી જેવા કોંકણ કાંઠે મેઘમહેર વરસી હતી. અરબી સમુદ્રમાં ૧૨ કિલોમીટર દૂર હજુ પણ લો-પ્રેશર સિસ્ટમ કાર્યરત છે એ જોતાં ગુજરાતમાં પણ ધારણા કરતાં વહેલો વરસાદ પડી શકે છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવેલો અનુભવાતો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.