અમુક લોકોને એક બતક મળ્યુ હતુ, જેનાં માથામાંથી એક તીર આરપાર થયેલું હતુ. સદ્દનસીબે તે જીવતુ હતુ. ત્રણ લોકોએ તેને પકડીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. બતક ત્રણ મહિનાથી તે તીર સાથે જીવી રહ્યુ હતુ. મામલો ચેક રિપબ્લિકનાં પિલસેન શહેરનો છે. જ્યાંની Radbuza નદીમાં આ બતકનાં માથામાં ઘુસેલું તીર ત્રણ મહિના બાદ બહાર કાઢી શકાયુ હતુ. કહેવામાં આવી રહ્યુ છે કે, તેની ઉપર ક્રોસબૉથી વાર કરવામાં આવ્યો હતો. શહેરનાં ‘એનિમલ રેસ્ક્યૂ સેન્ટર’નાં હેડ Karel Makon એ જણાવ્યુ, અમે પહેલીવાર તેને એપ્રિલમાં પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભાગી ગયુ હતુ. ત્યારબાદ અમે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ દરેક વખતે તે ઉડી જતુ હતુ. આખરે આ સપ્તાહે અમે તેને પકડી લીધુ હતુ. તેની ગરદનમાં થઈને એક તીર તેના માથાને પાર જતુ રહ્યુ હતુ. તીરની અણી સ્ટીલની હતી, જેનાંથી એક ફિશિંગ લાઈન જોડાયેલી હતી. Karel એ કહ્યુ, અમને જાણ થઈ કે, બતકની પાંખો ખરી રહી છે. તે નવી પાંખો આવે ત્યાં સુધી ઉડી શકશે નહી. તોનો ફાયદો ઉઠાવીને અમે તેને પકડી લીધુ હતુ. એક્સ-રે કાઢવામાં આવ્યો હતો. અને પછી સાવધાનીથી તીરને બહાર કાઢવામાં આવ્યુ હતુ. બતક સ્વસ્થ થયા બાદ તેને ફરીથી પાણીમાં છોડી દેવામાં આવ્યુ હતુ.
Wednesday, May 8