મુંબઈ : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહેતા હોય છે, તેઓ સમય સમય પર રસપ્રદ વાતોને શેર કરી ચર્ચામાં આવતા હોય છે. હવે તેમણે યુક્રેનને લઈને આવી જ કંઈક વાત કહી છે.
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરતા કહ્યું કે, જ્યારે એક સેનાને નિ:સહાય નાગરિકોનો સામનો કરવો પડે, તો માની લેજો કે, તે એવા હથિયારનો સામનો કરી રહ્યા છે, જે કોઈ પાવરફુલ ટેંકથી પણ વધારે શક્તિશાળી હોય છે. સત્યાગ્રહ હંમેશા અવિજિત તાકાત સાબિત થઈ છે. જોવો હોય તો, બ્રિટિશ લોકોને પૂછી લેજો.
When an army has to face unarmed civilians, they’re facing a weapon more powerful than tanks. Satyagraha will always prove an unconquerable force… Ask the British… https://t.co/2Xpk22b67w
— anand mahindra (@anandmahindra) March 5, 2022
આ વીડિયો ખેરસનનો છે. જ્યાં રશિયાની સેનાનો વિરોધ કરવા માટે યુક્રેનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રશિયાની સેના તેમને વેરવિખેર કરવા માટે તેમના પર ગોળીઓ ચલાવે છે.
આનંદ મહિન્દ્રાએ થોડા દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં યુક્રેનની રાજધાની કીવના રસ્તા પર હથિયારબંધ સામાન્ય નાગરિકોને જોઈ શકાય છે. તેના વિશે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું હતું. જ્યારે લોકોની પાસે દેશને બચાવાની ઈચ્છાશક્તિ હોય છે, તો આ તાકાત કોઈ પરમાણુ હથિયારથી ખૂબ વધારે શક્તિશાળી હોય છે. આવા લોકો પર આક્રમણ કરવું સંભવે છે, પણ તેમના પર આધિપત્ય જમાવવું ખૂબ અશક્ય છે.