એક બાપે પોતાના દિકરાની ખુશી માટે બધુ જ કરવા માટે તૈયાર રહે છે. તેવો જ કિસ્સો જોવા મળ્યો છે, ક્યૂબાની રાજધાની હવાનામાં છે. ખરેખર અહીંયા એક દિકરાના ફોનમાં Wi-FI નું નેટવર્ક આવતુ નથી. ત્યારબાદ બાપે દિકરાની ઈચ્છા પૂરી કરવા માટે કંઈક આવુ જ કર્યુ છે. જેનાથી દરેક લોકો હેરાન રહી ગયા છે. એનરિક સેલગાડો નામના એક વ્યક્તિના દિકરાએ પોતાના પિતાને વાઇ-ફાઇ એન્ટીના બનાવવાનું કહ્યું. ત્યારબાદ પિતાએ ઘરની છત પર 13 ફૂટ લાંબો એફિલ ટાવર ઉભો કરી દીધો. પિતાનું આ પરાક્રમ જોઇને નજીકના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો પિતાની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સેલગોડો એકાઉન્ટન્ટનું કામ કરે છે, પરંતુ તેમણે પોતાના હાથથી લોખંડનો એફિલ ટાવર ઘર જ ઊભો કરી દીધો હતો. લોખંડનું કામ તેમણે પોતાના પિતા પાસે શીખ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ક્યારેય પેરિસ ગયો ન હતો. કે તેણે ક્યારેય એફિલ ટાવર પણ જોયું નથી. ત્યારબાદ પણ તેમને એફિલ ટાવરને ફિલ્મો અને ફોટોમાં જોઈને ઊભો કરી દીધો. સેલગોડોએ જણાવ્યુ કે, જ્યારે તેમણે દિકરાને Wi-FI એન્ટીના બનાવવાની માગ કરી તો, તેમના મનમાં આ વિચાર આવ્યો કે, કેમ ન એફિલ ટાવર જ બનાવી દેવામાં આવે. તેનો એન્ટીની જેમ પણ વપરાશ થશે અને લોકો જોઈ પણ શકશે. જોકે, જ્યારે તેમણે એફિલ ટાવર બનાવી તો લીધો તો પોતાનો ઈરાદો બદલી દીધો. ટાવર બનાવ્યા બાદ તેમને લાગ્યુ કે, તેને એન્ટીનાની જેમ વપરાશ કરવા પર તેની સુંદરતા ખતમ થઈ જશે. ટાવર બનાવવા માટે તેમના દિકરાએ પણ તેમની ખૂબ જ મદદ કરી હતી. ખરેખર તો દિકરો જ તેમની પાસે એફિલ ટાવરનું મોડલ તથા ફોટો લઈને આવ્યો હતો.