રાજકીય પાર્ટી વચ્ચેના ફાંટા હવે શિક્ષણધામમાં પણ જોવા મળી રહ્યા છે. જેમાં યુવા વિદ્યાર્થીઓને રાજકારણ તરફ પ્રેરિત કરવા માટે જુદા-જુદા સંગઠનોના ગઠન કરવામાં આવે છે.કોલેજમાં ભાજપ –કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ પણ મેદાને જોવા મળી છે.ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP અને કોંગ્રેસની NSUI પાંખ દ્ઘારા અવાર નવાર ઘર્ષણ સર્જાતો હોય છે. રેગિંગની ઘટના હોય કે પછી દાદાગીરીની ઘટના સતત વિવાદોમાં રહેલી ABVP દ્ગારા વધુ એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે.અમદાવાદ સાલ કોલેજમાં વધુ એક વાર ABVP દ્ધારા શિક્ષક અને વિદ્યાર્થીના સબંધોને લાછન લગાડતી ઘટના પ્રકાશ આવી છે જેમાં ABVP દ્ઘારા દાદાગીરીને જોરે આચાર્યને વિદ્યાર્થીના પગે પડાવ્યા હતા અટલાથી પણ ન અટકતા આચાર્યાને શરમિંદા કરી વિદ્યાર્થી સામે માફી મંગાવી હતી ABVP દ્ગારા વિધાધામમાં ગુંડાગીરી કરી હતી અને સાલ કોલેજના આચાર્યાને માફી મંગાવાની શર્મશાર ઘટનાને લઇ ચારકોર ટિકા જોવા મળી રહી છે. કોલેજોમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો પોતાનો મદ બતાવી શિક્ષકો અને આચાર્યને પણ ગણકારતા નથી કોલેજ પ્રશાસનથી પણ ઉપરવટ થઇ પોતાની મનમાની કરતા હોય છે.જેને લઇ શિક્ષણ ધામ પણ હવે રાજકીય રણભૂમિ બની હોય તેવો વિદ્યાર્થીઓ અહેસાસ કરી રહ્યા છે.
સમ્રગ ઘટના અંગે સાલ કોલેજના પ્રિન્સપાલ મોનિકા સવાણી જણાવ્યુ હતુ કે કોઇ નિયમને લઇ તેમના હિતની વાત કરતા વિદ્યાર્થીઓ રોષ ભરાયા હતા કટેલાક વિદ્યાર્થીઓ ગેરવતૂર્ણક વર્તન કર્યુ હતુ
