વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેમને કારોબારીની તત્કાલીક બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ નેતાઓના ક્લાસ લીધા હતા. ખાસ કરીને વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર આ પ્રકારે કમલમની અંદર રાજકીય બાબતોને લઈને પીએમ મોદીએ બેઠક બોલાવી હતી.ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પણ એક પછી એક યોજાઈ રહ્યા છે. ત્યારે બે દિવસમાં તેમણે બે બેઠકો યોજી હતી.
તેમાં પણ કચ્છ પ્રવાસથી આવ્યા બાદ કમલમ્ પર વિધાનસભાની ચૂંટણીલક્ષી બેઠકમાં મોદીનું ભાજપના નેતા સાથે બે કલાક મનોમંથન ચાલ્યું હતું. જ્યાં ચૂંટણી લક્ષી મહત્વની ચર્ચા તેમજ સૂચનો પીએમ દ્વારા કરાયા હતા.આ કારણે યોજાઈ કમલમમાં બેઠકઆ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે ત્યારે આ મહિનામાં અરવિંદ કેજરીવાલના એક પછી એક પ્રવાસો અને એક પછી એક ગેરન્ટી સામે ભાજપના નેતાઓની ઢીલી નિતી જોવા મળી રહી છે. આપનો પ્રભાવ શહેરી વિસ્તારમાં વધી શકે છે કેમ કે, સ્કૂલોને લઈને વધારીની ફી ને લઈને જાહેરાતો કરાઈ છે.
આ ઉપરાંત રોજગારી તેમજ ફ્રી વીજળીની ગેરન્ટી ભારે પડી શકે છે.સૌને આશ્ચર્ય પણ આ વાતને લઈને થયુંગુજરાત ભાજપના નેતાઓ જનતા સમક્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંગે ખાસ પ્રસાર કરી રહ્યા નથી. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા આ સક્રીયતા જરુરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને પણ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર કે આ ચૂંટણીમાં જેમને મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે તેમની સાથે અલગ મુલાકાત કરી હતી. ખાસ કરીને 18 સભ્યોની કોર કમિટી બાદ અલગથી મુલાકાત કરતા સૌને આશ્ચર્ય પણ આ વાતને લઈને થયું હતું.