ભારત દેશની આઝાદી અને આઝાદીની લડાઈની વાત આવે તેમાં ભગતસિંહનું નામ ચોક્કસ આવે. દુનિયા ભગતસિંહને શહીદ ભગતસિંહ કહે છે પણ ભારત સરકાર આવું નથી માની રહી. તમને જાણીને આંચકો લાગશે પણ આ રિયલ હીરોને ન્યાય ન મળવાના કારણે આજે પણ પુસ્તકોમાં તેમને ‘ક્રાંતિકારી આતંકી’ તરીકે ઓળખવામાં આવે છે.
મહત્વની વાત એ છે કે, ઓગસ્ટ 2013માં મનમોહનસિંહની સરકારે રાજ્યસભામાં ભગતસિંહને શહીદ માન્યા હતા, પણ આજ સુધી રેકોર્ડમાં સુધારો થયો નથી. આ અંગે વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ આહીરે થોડો રસ લીધો હતો પરંતુ આ વીર સપૂતોને શહીદ જાહેર નથી કરાયા.
આજે આખા દેશમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદત પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, પણ લોકોને ખબર નહીં હોય કે તેમને શહીદ જાહેર કરાયા નથી. ભગતસિંહને અંગ્રેજો જેમ માનતા હતા તે જ રીતે સરકારી રેકોર્ડની સ્થિતિ છે. તેમના વંશજ તેમને શહીદનો દરરજો અપાવવા માટે આંદોલન કરી રહ્યા છે.
ભગતસિંહને શહીદનો દરજજો મળ્યો છે કે નહીં, આ અંગે RTI દ્વારા પણ સવાલો કરવામાં આવ્યા છે. આ મામલે સંસદમાં પણ ઘણાં સવાલો થયા છે, તત્કાલિન સંસદીય કાર્ય રાજ્ય મંત્રી રાજીવ શુક્લાએ કહ્યું હતું, “સરકાર તેમને (ભગતસિંહને) શહીદ માને છે અને જો સરકારી રોકોર્ડમાં આમ નથી તો તેમાં સુધારા કરવામાં આવશે, સરકાર તેમને શહીદનો દરજ્જો આપે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી સરકારે આ મામલે કોઈ નિર્ણય નથી લીધો.”
આશ્ચર્યની વાત એ છે કે, આરટીઆઈ, સરકાર બદલાઈ, વંશજોના આંદોલન વગેરે છતાં હજુ સુધી ભગતસિંહને તે દરજ્જો મળ્યો નથી.