India-Pakistan ભારત-પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની બેઠક શા માટે મહત્વપૂર્ણ છે? સંરક્ષણ નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવ શું કહે છે?
India-Pakistan ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પડઘા હવે ડીજીએમઓ સ્તરની બેઠક સુધી પહોંચી ગયા છે. આજે બપોરે 12 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સ્તરે વાતચીત થવાની છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. ઉત્તર પ્રદેશના વારાણસીના સંરક્ષણ નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવે આ બેઠકને લઈ મહત્વપૂર્ણ માહિતી આપી છે.
#WATCH | Varanasi, UP: India-Pakistan to hold DGMO-level talks today
Defence Expert Sanjeev Srivastava says, " This meeting is very important, the focus will be on the understanding reached between India and Pakistan, how to continue this and make it permanent…to ensure that… pic.twitter.com/QyjzVKWRmN
— ANI (@ANI) May 12, 2025
તેમણે જણાવ્યું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધવિરામ અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરારને સક્રિય રાખવાનો છે. આ મુલાકાત દ્વારા પાકિસ્તાન તરફથી સરહદ પર યથાવત ઉશ્કેરણાં રોકવા અને શાંતિ સ્થાપિત રાખવા પર ભાર મૂકવામાં આવશે. બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડી વાતચીત દ્વારા સંઘર્ષ નિવારવાનો પ્રયાસ થશે.
આ બેઠકમાંથી શું અપેક્ષા રાખી શકાય?
એવું માનવામાં આવે છે કે DGMO સ્તરે થતી આ બેઠકમાં સરહદી સ્થિતિ, કરારના ઉલ્લંઘન અને ભવિષ્યમાં શાંતિપૂર્ણ યથાવત સ્થિતિ જાળવવા માટેના પગલાંઓ પર ચર્ચા થશે. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, આવી બેઠક ઓપેનેસ અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે સૌથી અસરકારક પગલું બની શકે છે.