આપણા દેશમાં લગ્નને ઉંમર સાથે જોડવામાં આવે છે. જ્યારે લગ્ન દિલથી કરવામાં આવે છે. દિલની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો ગમે ત્યારે થઈ શકે છે. મધ્ય પ્રદેશના ભુરાખેડી ગામમાં એક રસપ્રદ લગ્ન થયા. થયું એવું કે એક વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. તેમને ત્યાં એક વૃદ્ધ મહિલા સાથે લવ થઈ ગયો. પછી શું… પરિવારના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા. તમને જાણીને નવાઈ જરૂરથી લાગશે પરંતુ દુલ્હાની ઉંમર 70 વર્ષની છે અને ત્યાં જ દુલ્હનની ઉંમર 55 વર્ષ.
હોસ્પિટલમાં કરાવવા ગયા હતા સારવાર
હકીકતે 70 વર્ષીય ઓમકાર સિંહ જિલ્લા હોસ્પિટલમાં દાખલ હતા. તે સમય તેમની મુલાકત 55 વર્ષની ગુડ્ડીબાઈ સાથે થઈ. ત્રણ દિવસ બાદ જ તે બન્ને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા પર પહોંચી ગયા. મુલાકાત બાદ બન્નેએ બાકીનું જીવન સાથે પસાર કરવાનું વિચાર્યું.
ઓટો દ્વારા લઈ આવ્યા ઘરે
જણાવી દઈએ કે ઓમકાર સિંહને ચાર દિકરા છે. બાદમાં તે ગુડ્ડીબાઈને ઓટો મારફતે ઘરે લઈ આવ્યા. તેમણે બાળકોની સામે તેમની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરી ગાંમના લોકો અને ઓમકાર સિંહના દિકરા અને વહુંઓએ તેમના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. તેમના લગ્ન કરાવવામાં આવ્યા. જાણકાર અને સગા સંબંધી ખુશીમાં સામેલ થયા. જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા તેમની પત્નીનું મોત થઈ ગયું છે.