ઝારખંડઃ ઝારખંડમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 35 વર્ષીય મહિલાની સાથે 11 લોકોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ મહિલા બે દિવસ સુધી અચેત અવસ્થામાં રહી હતી. મહિલાએ પરિવારજનોની સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. એસપી મણિલાલ મંડળના આ અંગે ટીમની રચના કરીને 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યાબાદ પોલીસે તમામ 11 આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી 8 આરોપીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. પીડિતા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી.
આ સનસની ઘટના ઝારખંડના પાકુડની છે. એસપી મણિલાલ મંડળે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપીઓ પીડિત મહિલાના સંબંધીઓમાં સામેલ છે. મહિલા સાંજે શૌચ કરવા માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક યુવકો દારૂ પી રહ્યા હતા. મહિલાને એકલી જોઈને આરોપીઓએ હથિયારના દમ ઉપર તેનું અપહરણ કરી લીધી હતું.
આરોપીઓએ થોડા દૂર ઝાડીઓમાં લઈને વારા ફરથી મહિલા સાથે ગેંગ રેપ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ પોતાના અન્ય સંબંધીઓને પણ બોલાવ્યા અને અને આખી રાત મહિલા સાથે હવસનો ખેલ ખેલ્યો હતો. આરોપીઓ સવારે મહિલાને અચેત અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા.
જેમતેમ કરીને મહિલા ઉઠીને ઘરે આવી પરંતુ બે દિવસ સુધી મહિલા અચેત અવસ્થામાં રહી હતી. પરિવારજનોએ પહેલા મહિલાની સારવાર કરાવી હતી અને ત્યારબાદ થોડી સાજી થતાં તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલાએ પોલીસને પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. પોલીસે મહિલાનું નિવેદન નોંધી લીધું હતું.
પોલીસનું કહેવું છે કે યુવકોને પહેલા જાણકારી મળી હતી કે મહિલા સાંજે શૌચ કરવા માટે જાય છે. જેના પગલે બધા હથિયારો લઈને પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા અને દારૂ પીતા હતા.
પોલીસને જણાવ્યા પ્રમાણે ઘટનાના 10 કલાકની અંદર 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાંથી 8 આરોપીઓ પોઝિટિવ નીકળ્યા હતા. પીડિતા પણ કોરોના સંક્રમિત થી હતી.