‘Operation Sindoor’માં મહિલાઓની આગવી ભૂમિકા: કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા બન્યાં દેશની શાન
‘Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’ના સફળતાપૂર્વક અમલ બાદ દેશમાં જ્યાં એક તરફ આતંકવાદ સામે કડક સંદેશો ગયો છે, ત્યાં બીજી તરફ ભારતીય સેના અને વાયુસેનાની બે મહિલા અધિકારીઓએ રાષ્ટ્રના ગૌરવમાં વધારો કર્યો છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રથમ વખત કોઈ મોટા લશ્કરી ઓપરેશન અંગે જાહેર રીતે માહિતી આપી અને ઈતિહાસ રચ્યો.
કોણ છે કર્નલ સોફિયા કુરેશી?
ગુજરાતની રહેવાસી અને બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્નલ સોફિયા કુરેશી શોર્ટ સર્વિસ કમિશન દ્વારા માત્ર 17 વર્ષની ઉંમરે સેનામાં જોડાઈ હતી. તેમણે 2016માં 18 દેશોની ભાગીદારીવાળી આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયતનું નેતૃત્વ કર્યું હતું અને તે કરનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. યુનાઈટેડ નેશન મિશનમાં પણ તેમણે કોન્ગોમાં સેવા આપી હતી.
#WATCH | Markaz Ahle Hadith, Barnala and Markaz Abbas, Kotli located 9 km and 13 km from LoC, respectively, were targeted by the Indian Armed Forces as a part of #OperationSindoor pic.twitter.com/QnTp9tWsrS
— ANI (@ANI) May 7, 2025
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું યોગદાન
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વાયુસેનાની ટેકનિકલ કામગીરી અંગે પ્રેસ બ્રીફિંગ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન રાફેલ ફાઇટર જેટ અને હેમર મિસાઇલ જેવા અદ્યતન હથિયારોથી આતંકવાદી ઠેકાણાઓનો ખતમ કરાયો હતો. આ સમગ્ર કામગીરીમાં ચોકસાઈ અને ગતિનો ઉમદા સમન્વય જોવા મળ્યો.
સોશિયલ મીડિયામાં પ્રશંસાની લહેર
આ બંને મહિલા અધિકારીઓને સોશિયલ મીડિયા પર દેશભક્તિ અને નેતૃત્વ માટે ખુબ પ્રશંસા મળી રહી છે. યુઝર્સે લખ્યું કે “કર્નલ સોફિયાનું પ્રસ્તુત કરવા બદલ ગૌરવ અનુભવાયો. આ પ્રકારના નેતૃત્વ માટે salute.”
આમ ‘ઓપરેશન સિંદૂર’ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, પણ એ ભારતની પ્રતિબદ્ધતા અને મહિલાઓના મજબૂત યોગદાનનું પ્રતિબિંબ બની છે.