બિહાર અત્યારે પુરી રીતે પુરગ્રસ્ત છે, જેને કારણે સામાન્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલી છતાં લોકો પોતાની ખુશીઓને કમ કરી રહ્યા નથી. મુઝફ્ફરપુરના સકરા વિસ્તારમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. જ્યાં પુરનાં પાણીમાં હોડીમાં બેસીને બેંડ-બાજાની સાથે લગ્ન કરવા માટે વરરાજો નીકળ્યો હતો.
અનોખા લગ્નનાં સાક્ષી બન્યા લોકો
આ અનોખા લગ્નનાં સાક્ષી બનવા માટે ગામનાં ઘણા લોકો એકત્ર થઈ ગયા હતા. બધા જ લોકો નાચતા-ગાતા દુલ્હાના ઘરે પહોંચ્યા હતા. વરઘોડો સમસ્તીપુરનાં તાજપુર વિસ્તારનાં મુસાપુર ગામથી મુઝફ્ફરપુરના સકરાનાં ભટન્ટી ગામ આવી હતી. મુસાપુરનાં મુહમ્મદ હસન રજા અને સકરા ભટન્ડી ગામની મજદા ખાતૂનનાં નિકાહ નક્કી કરાયા હતા. ત્યારે આ બધા વચ્ચે મોહમ્મદપુર કોઠીમાં તિરહુત નહરનો તટબંધ તૂટતાં ગામ પુરમાં ઘેરાઈ ગયુ. જેને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
નિકાહની તારીખ બદલવા માટે થઈ ચર્ચા
નિકાહની તારીખ બદલવા માટે બંને પક્ષોએ વિચાર-વિમર્શ કર્યો હતો પરંતુ વાત બની ન હતી. અને નિકાહ નક્કી કરેલી તારીખ પર જ કરવાની વાત થઈ. ચારેય તરફ પુરનાં પાણીથી ઘેરાયેલાં ભટન્ડી ગામમાં લગ્નની તૈયારીમાં ટેન્ટ માટે સામાન ઘણીવાર લાવવામાં આવ્યો અને પાછો આપવામાં આવ્યો હતો. વરઘોડો આવે તે પહેલાં લોકોએ પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યુ હતુ. પછી દુલ્હનનાં ઘર સુધી પહોંચવામાં આવી રહેલી પરેશાની વિશે યોજના બનાવવામાં આવી હતી. ઘણી જગ્યાએ ઢીંચણની ઉપર સુધી પાણી હતા. આ દરમ્યાન સ્થાનિક યુવાનોએ વરઘોડિયાઓ અને વરરાજાને દુલ્હનનાં ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પુરા રિત-રિવાજોની સાથે નિકાહ થયા અને વિદાય પણ કરી હતી.